Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

અમેરિકામાં જે પણ જીતશે, તે બનશે અમેરિકાના સૌથી બુઝર્ગ રાષ્ટ્રપતિ

વોશિંગ્ટન : અમેરિકન મતદારો ૩ નવેમ્બરે નવા રાષ્ટ્રપતિને ચુંટવા માટે તૈયાર છે. આ વખતે ઇમેલથી મતદાન અથવા ગેરહાજર મતપત્રોની સંખ્યા ઐતિહાસિક સ્તરે પહોંચવાની શકયતા છે. આ ચુંટણીમાં આ પધ્ધતિ સુચારૂ રૂપે અને કુશળતા પુર્વક કરાવવાની ચુંટણી પ્રણાલીની ક્ષમતા બાબતે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. આ ચુંટણી એ રીતે પણ ખાસ છે કે રિપબ્લીન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ૭૪ વર્ષના છે તો ડેમોક્રેટીક ઉમેદવાર જો બાઇડને લગભગ ૭૮ વર્ષના છે. જે પણ જીતશે તે અમેરિકાના સૌથી બુઝર્ગ રાષ્ટ્રપતિ બનશે. અત્યાર સુધીમાં ટ્રમ્પ જ અમેરિકાના સૌથી બુઝર્ગ રાષ્ટ્રપતિ રહ્યા છે.

(2:31 pm IST)