Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પેરિસમાં લોકડાઉન લાગતા અગાઉ સાત કિલોમીટર લાંબી લાઈન લાગી વાહનોની

નવી દિલ્હી: દુનિયામાં અનેક રાષ્ટ્રમાં કોરોના રૂપી રાક્ષસી બીમારી હજું કહેર વર્તાવી રહી છે. ફ્રાંસ સહિત યુરોપના અનેક રાષ્ટ્રમાં કોરોનાની મહામારીનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો હોવાના રિપોર્ટ છે. એવામાં ફ્રાંસમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વીજગતિએ વધારો થતા ફ્રાંસ સરકારે ફરી એક વખત લોકડાઉન લાગુ કરવા માટે એલાન કર્યું છે.

       લોકડાઉનના એલાનને પગલે ગુરૂવારે ફ્રાંસના પરિસ શહેરના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. લોક ડાઉન લાગુ થાય એ પહેલા રેકોર્ડબ્રેક 700 કિમી સુધી વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. પોતાના ઘરે પહોંચવાની ઊતાવળમાં અનેક લોકો જે તે જગ્યાએથી ઘરે પહોંચવા માટે કારમાં, બાઈક કે સાયકલમાં નીકળી પડ્યા હતા. આ પહેલા પણ ફ્રાંસમાં આ વર્ષની શરૂઆતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ફ્રાંસ ટ્રાફિક પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર ઈલે ડી ફ્રાંસ રીજીયનમાં 700 કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. દેશમાં બીજુ લોકડાઉન લાગુ થાય એ પહેલાનો આ ટ્રાફિક છે. જે શુક્રવારે મોડી રાત સુધી યથાવત રહ્યો હતો. કારણ લોકો પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ગુરૂવારે એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 47637 કેસ અને 250 મૃત્યુ નોંધાયા છે. યુરોપમાં જ્યારે પહેલી વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાય અઠવાડિયા સુધી લોકો પોતાના ઘરમાં બેસી રહ્યા હતા. લોકડાઉનનું એલાન થતા લોકો પોતાના ઘર તરફ વળ્યા હતા. જેના કારણે આ ટ્રાફિક જામ થયો હતો.

(5:06 pm IST)