Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પાકિસ્તાનમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને 11 અદાલતોને બંધ કરવામાં આવી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને 11અદાલતોને બંધ કરી દેવામાં આવી છે આ જાણકારી ઇસ્લામાબાદ બાર એસોસીએશનના સચિવ નબીલ તાહિરે આપી હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં માહિતી આપતા તેને જણાવ્યું હતું કે 12 જજો અને કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા બાદ આ અદાલતોને 14 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં ત્રણ એડિશનલ અને સેશન જજના કોર્ટ 1 સિવિલ જજ કોર્ટ અને સાત સિવિલ કોર્ટના જજનો પણ સમાવેશ થઇ થયો છે. બાર એશોશિએશનના કહેવા મુજબ સ્ટડર્ડ ઓપરેટિંગ પોજિશનનો ઉલ્લંઘન કરવાના કારણોસર આ ખતરનાક પરિસ્થિતિ સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:07 pm IST)