દેશ-વિદેશ
News of Friday, 2nd October 2020

જંગલમાં લાગી રહેલ આગ અને પ્રદૂષણના કારણોસર જૈવ વિવિધતા ઝડપથી નષ્ટ થઇ રહી હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી મોટા સ્તર પર જંગલી આગ અને પ્રદૂષણના કારણોસર જૈવ વિવિધતા ઝડપથી નષ્ટ થઇ રહી હોવાનું માલુમ પડી રહ્યું છે પ્રદુષણ અને તાપમાનના સતત વધારાના કારણોસર સમુદ્રી જીવ મૃત્યુ પામી રહ્યા છે. વન્ય જીવજંતુ તેમજ પશુ પક્ષીઓની પ્રજાતિઓ પણ નષ્ટ થઇ રહી છે સમુદ્રી જીવમાં ડોલ્ફિન અને વહેલ્સ સહીત અન્ય જીવ પણ લુપ્ત થઇ રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

       નેશનલ જિયોગ્રાફિક પત્રિકાની  એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સમુદ્રી જળજીવોની અસમય મૃત્યુનું મુખ્ય કારણ જંગલમાં લાગેલ આગની સાથોસાથ સમુદ્રમાં લાખોટન તેલનો જથ્થો ભળ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે તેનાથી સમુદ્રી જીવો ખાસકરીને ડોલ્ફીનને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે જેના કારણોસર તેમના મૃત્યુ નીપજે છે.

(5:55 pm IST)