હોસ્પિટલના સિકયોરિટી ગાર્ડની નોકરી કરે છે આ બિલ્લીમાસી
સીડની, તા.૧૦: કોરોના વાઇરસના કાળમાં વિશ્વમાં અનેક લોકોના રોજગાર છિનવાઇ ગયા છે. રોજગાર મેળવવા લોકો તમામ સંભવ પ્રયાસ કરી રહ્યા છે એવામાં એક અજબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રિલિયામાં આવેલી એક હોસ્પિટલમાં એક બિલ્લીમાસીને નોકરી મળી ગઇ છે.
ઓસ્ટ્રેલિયાના રિચમંડ શહેરમાં એપવર્થ હોસ્પિટલ આવેલી છે, જેની સિકયોરિટી ટીમમાં આ આવારા બિલ્લીમાસીને નોકરી મળી ગઇ છે. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી એલવુડ નામની આ બિલાડી હોસ્પિટલના ગેટ પર ઊભી રહીને આવતા જતા લોકોને જોતી રહેતી હતી. આથી હોસ્પિટલની સિકયોરિટી ટીમે એને પોતાની ટીમમાં સામેલ કરી એને આઇડી કાર્ડ આપ્યું છે. જેમાં એના ફોટો સાથે એનું નામ પણ લખેલું છે. આ નોકરીના પગાર સ્વરુપે બિલ્લીમાસીને ખાવાનું આપવા ઉપરાંત એની યોગ્ય સારસંભાળ રાખવામાં આવી રહી છે.(૨૩.૪)