દેશ-વિદેશ
News of Thursday, 10th September 2020

સ્પેસએક્સના રોકેટથી અંતરિક્ષમાં ઉંદરોને મોકલી વૈજ્ઞાનિકોએ કર્યું અનોખું સંશોધન

નવી દિલ્હી:વૈજ્ઞાનિકો નવી નવી શોધ કરતા રહે છે અંતરિક્ષમાં નવી પ્રકારની શોધ કરવી અને તેના પરિણામ શેર કરવા કંઈક ખાસ હોય છે થોડા મહિના પહેલા વૈજ્ઞાનિકોએ ઉંદરને આંતરરાષ્ટ્રીય સ્ટેશનમાં મોકલ્યા હતા ઉંદરોને મોકલવા પાછળનો તેમનો હેતુ માત્ર એટલો હતો કે અંતરિક્ષમાં રહેવા દરમ્યાન તેમના હાડકા અને માંસપેશીઓ પર શું અસર પડે છે તે જોવામાં આવશે તે વાતનું સંશોધન કરવા માંગતા હતા. સંશોધન દરમ્યાન ખાસ પ્રકારની જાણકારી સામે આવી હતી વૈજ્ઞાનિક પણ જાણવા માંગતા હતા કે અંતરિક્ષ યાત્રીઓ માટે લાંબા મિશન દરમ્યાન તેમના હાડકા અને માંસપેશીઓ પર  થતી ઇજાને રોકવા માટે શું ઉપાય શોધી શકે છે.

(5:19 pm IST)