દેશ-વિદેશ
News of Friday, 11th September 2020

વિશ્વમાં કોરોના વાયરસની રસી પહોંચાડવા માટે અંદાજે 8હજાર જમ્બો જેટની જરૂર પડી શકે છે:આઈએટીનું તારણ

નવી દિલ્હી: ધ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ)ના વડા એલેક્ઝાન્ડર જુલિયાકે કહ્યું હતું કે દુનિયાભરમાં રસી પહોંચાડવાનું કામ આ સદીનો સૌથી મોટો પડકાર હશે. રસી પહોંચાડવા માટે ઓછામાં ઓછા 8000 જમ્બો જેટની જરૂર પડશે. આઈએટીએના વડાએ કહ્યું હતું કે અત્યારથી એ દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે.

            કોરોનાની વેક્સિન શોધવાનો જેટલો પડકાર છે એટલો જ પડકાર તેને દુનિયાભરમાં પહોંચાડવાનો પણ હશે. આઈએટીએના વડાના કહેવા પ્રમાણે દુનિયાના બધા જ દેશોમાં જો સમયસર વેક્સિન પહોંચાડવી હશે તો ઓછામાં ઓછામાં 8000 જમ્બો જેટની જરૂર પડશે. બોઈંગ 747 પ્રકારના 8000 વિમાનો રસીની ડિલિવરી કરશે ત્યારે માંડ બધા દેશો સુધી વેક્સિન પહોંચશે.

 

(6:25 pm IST)