દેશ-વિદેશ
News of Saturday, 12th September 2020

પાકિસ્તાનમાં બાળકો સામે વિદેશી મહિલા પર સામુહિક બળાત્કારની ઘટનાથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: કટ્ટરપંથી પાકિસ્તાનમાં બાળકો સામે જ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બાદ મહિલાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતરી આવી છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ પીડિત વિદેશી મહિલાને બળાત્કાર માટે જવાબદા ઠેરવી હતી, જે પછી લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ કેસમાં દબાણ હેઠળ આવેલી પોલીસ 15 જેટલા આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે.

          આ કેસ પાકિસ્તાનના લાહોર નજીક બન્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ ફ્રાન્સમાં રહેતી મહિલા તેના બે બાળકો સાથે લાહોરના ગુંજરાવાલ તરફ જઇ રહી હતી. આ દરમિયાન તેની કાર ખરાબ થઇ હતી. મોડી રાતે તેણે કારમાં બેસીને મદદ માટે રાહ જોવાનો નિર્ણય લીધો હતો. જે પછી આ ઘટના બની હતી. પીડિતા વિદેશી મહિલાની ફરિયાદ મુજબ કેટલાક લોકો આવ્યા અને કારનો કાચ તોડી તેને ખેંચી ગયા હતા. જે પછી પાસેના ખેતરમાં તેના જ બાળકો સામે તેની પર સામૂહિક બળાત્કાર ગુજારવામા આવ્યો હતો. પીડિતા મુજબ આરોપીઓ તેના ઘરેણાં, પૈસા, કાર્ડ પણ લઇ ગયા હતા.

(6:08 pm IST)