દેશ-વિદેશ
News of Tuesday, 13th October 2020

નાઇજીરિયામાં માર્ગ અકસ્માતમાં 17 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:નાઈજિરીયાના ઉત્તરપૂર્વી રાજ્ય યોબે માં થયેલ એક માર્ગ અકસ્માતમાં 17 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. યોબેમાં સંઘીય માર્ગ સુરક્ષા કોરના એક કમાંડર યેલવા ડિયોએ આ દુર્ઘટનાની જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે તેમણે જણાવ્યું છે કે એક બસ અહીંયા અનિયંત્રિત થઈને એક ટ્રકની પાછળ ફસાઈ ગઈ હતી જેમાં કુલ 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે જેમાં 14 પુરુષ એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે.

(6:24 pm IST)