દેશ-વિદેશ
News of Wednesday, 14th October 2020

આફ્રિકાના આ બે પાડોશી દેશમાં 13 મહિનાનું એક વર્ષ ગણવામાં આવે છે

નવી દિલ્હી: આફ્રીકાના બે પાડોશી દેશ ઇથોપિયા અને ઇરિટ્રિયામાં 12 મહિના નહી પરંતુ 13 મહિનાનું 1 વર્ષ ગણાય છે. સમગ્ર દુનિયામાં બે દેશો અપવાદ છે જયાં પાંચ દિવસનું એક વીક ગણાય છે. એટલે કે 13 મહિના બરાબર 1 વર્ષ અને 5 દિવસ બરાબર 1 સપ્તાહ થાય છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોકો ન્યૂઅર સેલિબ્રેશન કરે છે. દેશના લોકો જે કેલેન્ડરને ફોલો કરે છે તે બીજા દેશો કરતા જુદું પડે છે. નવાઇની વાત છે કે અહીંનો સમય દુનિયા કરતા જુદો ચાલે છે. દેશોમાં 1 વાગે સૂર્યોદય થાય છે જયારે 12 વાગે સૂર્યાસ્ત થાય છે. પુરાતત્વના પુરાવાઓ મુજબ પૃથ્વી પર માનવ વસ્તી રહેતી હોવાના સૌથી પ્રાચિન પુરાવા અહીંથી મળે છે.

             ઇથોપિયાની બાજુમાં 50 લાખની વસ્તી ધરાવતા દેશનું નામ ઇરિટ્રિયા છે. ઇરિટ્રિયા આમ તો એક સમયે ઇથોપિયાનો એક ભાગ હતો પરંતુ તેની ભાષા, કલ્ચર અને રિવાજો જુદા પડતા હોવાથી દાયકાઓ સુધી ઇથોપિયન મૂળના લોકો સાથે લોહી લૂહાણ સંઘર્ષ ચાલ્યો હતો. 1993માં ઇરિટ્રિયાએ પોતાને ઇથોપિયાથી સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. સંયુકત રાષ્ટ્રસંઘે મધ્યસ્થી કરીને ઇથોપિયા અને ઇરિટ્રિયા વચ્ચે સરહદ દોરી પરંતુ ઇથોપિયાએ માનવાનો ઇન્કાર કર્યો હતો. દરિયાઇ માર્ગે આંતરરાષ્ટ્રીય વેપાર માટે મહત્વનું ગણાતા અસબ નામના બંદર પરનો કબ્જો ઇથોપિયાએ છોડયો હતો. નાના મોટા સરહદી વિસ્તારોના વિવાદોએ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટની આગમાં ઘી રેડવાનું કામ કર્યુ હતું.

(6:28 pm IST)