દેશ-વિદેશ
News of Wednesday, 16th September 2020

વિશ્વમાં દર વર્ષે અંદાજે 5.60 કરોડ લોકોના મૃત્યુ થતા હોવાનું સંશોધન

નવી દિલ્હી: વિશ્વમાં દર વર્ષે અંદાજે ૫.૬૦ કરોડ જયારે ભારતમાં અંદાજે ૬૫ લાખ લોકોના મુત્યુ થાય છે. વધતા જતા તણાવ અને બદલાતી જતી લાઇફસ્ટાઇલના કારણે સૌથી વધુ ૮૭.૬ લાખ મોત હાર્ટની તકલીફથી થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ડેથ માટે સૌથી વધુ જવાબદાર ૧૦ કારણોમાં હાર્ટએટેક મોખરે છે. ત્યાર બાદ સ્ટ્રોકની બીમારીથી ૬૨.૪૦ લાખના મોત થાય છે. જયારે ૩૨ લાખથી વધુ લોકો ન્યુમોનિયા, દમ અને ફલુ જેવી બીમારીના લીધે મરે છે. અંદાજે દર વર્ષે ૫૬૦૦૦,૦૦૦, દર મહિને ૪૬૭૯૪૫૨,પ્રતિ દિવસ ૧૫૩૪૨૫, પ્રતિ કલાક ૬૩૯૩, પ્રતિ મીનિટ ૧૦૭, પ્રતિ સેક્ન્ડ ૨ લોકોના મોત થાય છે.

            ખાસ કરીને આફ્રિકા ખંડના ગરીબ દેશોમાં ફલુ અને મેલેરિયા જેવી બીમારી પણ જીવલેણ સાબીત થઇ રહી છે. વધતા જતા ઔધોગિકરણ અને શહેરીકરણના લીધે પ્રદૂષણ વધતું જાય છે. ચીન અને ભારત જેવા દેશના કરોડો લોકો ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર છે. આ ઉપરાંત ફેફસાના કેન્સર પ્રકારની ગંભીર બીમારીથી દર વર્ષે ૧૭ લાખ લોકો મોતને ભેટે છે. જયારે ડાયાબિટીશથી ૧૭ લાખ,અલ્ઝાઇમર અને ડિમેશિયાથી ૧૫.૪ લાખ,ડાયરિયા અને પાણી સંબંધી રોગોથી ૧૩.૯ લાખ અને ટીબીથી ૧૩.૯ લાખ લોકોના મુત્યુ થાય છે.

(5:43 pm IST)