દેશ-વિદેશ
News of Thursday, 17th September 2020

કોરોના વાયરસના કારણોસર લગાવાવમાં આવેલ લોકડાઉનના કારણોસર શિશુના જન્મદરમાં થઇ રહ્યો છે વધારો: સંશોધન

નવી દિલ્હી: કોરોના મહામારીથી બચવા લગાવવામાં આવેલ લોકડાઉનથી તમામ ક્ષેત્રોમાં અસર પડી છે. વૈજ્ઞાનિકોની શોધથી જાણવા મળ્યું કે ગર્ભવતી મહિલાઓને જરુરી સારવાર ન મળવાના કારણે મૃત શિશુના જન્મદરમાં વધારો થયો છે, ભારત સહિત વિશ્વમાં આ સ્થિતિ પેદા થયેલ છે.

           સાયન્સ જર્નલ નેચરએ લોકડાઉન દરમ્યાન મૃતક શિશુના જન્મની ઘટનાઓને લઇ દુનિયાભરમાં થયેલ શોધના આધાર પર એક રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટમાં લાંસેટના એક શોધમાં ઉલ્લેખ કરાયો છે જેમાં દાવો કરાયો કે ઉત્તર ભારતની ચાર હોસ્પિટલોમાં મૃતક જન્મતા બાળકોની ટકાવારી 2.25 થી વધી 3.15 સુધી થઇ ગયેલ છે. તેનો મતલબ એ છે કે એક હજાર બાળકોના જન્મની સામે 34 બાળકોનો મૃત જન્મ થાય છે. જ્યારે લોકડાઉન પહેલા આ સંખ્યા 25 હતી. આ અભ્યાસ એમ્સ જોધપુર અને ત્યાં સ્થિત એસએન મેડિકલ કોલેજના ડોક્ટરોએ કર્યો છે. જેમાં 25 માર્ચથી બે જૂન સુધીના સમયની સરખામણી 15 જાન્યુઆરીથી 24 માર્ચ સુધીના આંકડાઓ સાથે કરવામાં આવી.

(5:37 pm IST)