દેશ-વિદેશ
News of Thursday, 17th September 2020

રશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા નામની મહિલાએ બનાવી 100 જેટલી પેઈન્ટિંગનું રિક્રિએશન

નવી દિલ્હી: થોડા સમય પહેલા કવોરન્ટાઈન દરમિયાન સમય પસાર કરવા માટે ગેટી મ્યુઝીયમે કલાસિકલ પેઈન્ટિંગના રિક્રીએશનની #gettychallengeની જાહેરાત કરી હતી. જેમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા યુખ્નયોવા નામની મહિલાએ પણ ભાગ લીધો હતો.

           ઘરગથ્થુ ચીજો અને પોતાની મેકઅપ કરવાની આવડત વડે તેણે 100 જેટલા કલાસિકલ પેઈન્ટીંગ્સનું રિક્રીએશન કર્યું હતું. આ ચેલેન્જમાં ભાગ લેનારા મોટાભાગના લોકોએ એકાદ પેઈન્ટીંગનું રિક્રીએશન કરી પૂર્ણવિરામ મુકી દીધુ હતું જયારે લિઝાએ 100 જેટલાં પેઈન્ટીંગનું રિક્રીએશન કર્યું હતું.

(5:37 pm IST)