News of Friday, 19th February 2021
અફઘાનિસ્તાનમાં એક મસ્જિદમાં બોંબ બનાવતી વેળાએ બ્લાસ્ટ થતા 30ના મોત
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં બોંબ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી તે જ વખતે બોંબ ધમાકો થતા 30 તાલિબાનીઓના મોત થયા હતા. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આ વાતની જાણકારી અફઘાન નેશનલ આર્મીએ આપી હતી.મોતને ભેટેલા 30 લોકોમાં 6 વિદેશીઓ હતા અને ઘટના ગયા શનિવારે સવારે બની હતી. ધમાકો એટલો જોરદાર હતો કે શરીરના ચીંથરે ચીંથરા ઉડી ગયા હતા અને લાશને ઓળખવી મુશ્કેલ બની ગઇ હતી.
દૌલતાબાદના કુલતક ગામમાં આવેલી મસ્જિદમાં તાલીબાની આતંકવાદીઓને બોંબ અને IED બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. અફઘાન નેશનલ આર્મીએ માહિતી આપતા કહ્યું હતું કે, બોંબ બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે મૃતદેહોના ચિંથરા ઉડી ગયા હતા જેને કારણ તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.
(6:11 pm IST)