દેશ-વિદેશ
News of Monday, 19th October 2020

ચીન દ્વારા જાહેર કરાયેલ અધિકૃત આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે કે ચીન હવે કોરોના વાયરસની મહામારીથી બહાર આવી રહ્યું છે

નવી દિલ્હી: ચીન દ્વારા જાહેર કરાયેલા અધિકૃત આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે તેનું અર્થતંત્ર કોરોના વાઇરસની મહામારીમાંથી ઊગરી રહ્યું છે. દુનિયાની બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રનો જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાનો વૃદ્ધિદર દર 4.9 ટકા રહ્યો છે. જે ગત વર્ષના એ ક્વાર્ટર જેટલો જ છે. અગાઉ અર્થશાસ્ત્રીઓએ વૃદ્ધિદર 5.2 ટકાથી નીચો રહેવાનું અનુમાન કર્યું હતું. જીડીપીના ડેટાના આધારે ચીનનો રિક્વરી રેટ હાલ દુનિયામાં સૌથી ઉંચો છે. કોરોના વાઇરસની મહામારી શરૂઆત થઈ ત્યારે ચીનનો વૃદ્ધિ દર ગગડીને -5 ટકાએ પહોંચ્યો હતો. જ્યારે ચીનમાં આ વર્ષના પહેલાં ત્રણ મહિના ફૅક્ટરીઓ અને મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ બંધ હતા ત્યારે અર્થતંત્રમાં 6.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(6:08 pm IST)