દેશ-વિદેશ
News of Monday, 19th October 2020

યુરોપમાં ફરીથી ઠંડીનો પ્રકોપ જોવા મળતા કોરોના વાયરસનો ભય વધુ જોવા મળી શકે છે

નવી દિલ્હી: યુરોપમાં ફરીથી કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે હવે દેશમાં રાત્રે 10 વાગ્યાનો કર્ફ્યુ લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત તમામ હાઈસ્કૂલ બંધ કરવામાં આવી શકે છે. ઈટાલીમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. ઈટાલીમાં એક જ દિવસમાં 10,000થી વધુ લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે જેના કારણે સરકાર દ્વારા કર્ફ્યુ લાદવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. રવિવારે સત્તાવાળાઓએ બેઠક કરી હતી અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગે ચચર્િ કરવામાં આવી હતી. જેમાં કેફે, સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવા ઉપરાંત લોકડાઉન લગાવવા અંગે પણ ચચર્િ કરવામાં આવી હતી.

           યુરોપમાં સૌથી પહેલા ઈટાલીમાં કોરોનાનો હાહાકાર મચ્યો હતો. તેમાં પણ ફેબ્રુઆરીમાં લોમ્બાર્ડી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું એપિસેન્ટર બન્યું હતું. હવે અહીં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં એક જ દિવસમાં 2,000 નવા કેસ નોંધાયા છે. આલ્કોહોલના વેચાણને મર્યિદિત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને બિંગો પાર્લર્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે બાર્સમાં સાંજે છ પછી ફક્ત ટેબલ સર્વિસ જ ઉપલબ્ધ રહેશે અને જાહેર સ્થળોએ આલ્કોહોલના સેવન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લોમ્બાર્ડીની જેમ કેમ્પેનિઆમાં પણ કેસ વધ્યા છે જેના કારણે બે સપ્તાહ સુધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

(6:10 pm IST)