દેશ-વિદેશ
News of Thursday, 19th November 2020

ઓએમજી....2020ના અનોખા ગિનીઝ વર્લ્સ રેકોર્ડમાં આ યુવતીએ મેળવ્યું સ્થાન

નવી દિલ્હી: ફેમસ થવાની તલબ વ્યક્તિને ટેલેન્ટેડ બનાવે છે અથવા અજીબો ગરીબો કાર્યો કરવા મજબૂર કરે છે. આ બંને કેટેગરીમાં શ્રેષ્ઠ કલાકારોના નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયા છે. જોકે આ પુસ્તકમાં હજારો લોકોનાં નામ છે, પરંતુ કેટલાક ખૂબ જ લોકપ્રિય અને વિશેષ છે. 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ડે' નિમિત્તે અમે તમને આવા જ કેટલાક લોકો સાથે પરિચય કરાવીએ જે આશ્ચર્યજનક પરાક્રમ કરે છે.

           વર્ષ ૨૦૧૯માં ગુજરાતની નીલાંશી પટેલે ટીનેજર કેટેગરીમાં સૌથી લાંબી વાળ હોવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ રેકોર્ડ ૧૯૦ સે.મી. લાંબા વાળથી બનાવ્યો છે. તમે ઘણા લોકોને જોયા હશે કે જેઓ ખોરાકમાં ડુંગળીનો સ્વાદ લેતા હોય છે, પરંતુ છાતીથી લગાવી રાખનાર જોયા નથી. . ઇંગ્લેન્ડના પીટર ગ્લેજબ્રુક વિશ્વની સૌથી મોટી ડુંગળી ધરાવે છે. જે ડુંગળી સાથે તેણે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, તેનું વજન ૮ કિલોથી વધુ છે.

(6:05 pm IST)