News of Saturday, 20th February 2021
બલુચિસ્તાન : આતંકવાદીઓએ પાંચ પાકિસ્તાની સૈનિકોની કરી હત્યા
નવી દિલ્હી: બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકોને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ આતંકવાદીઓએ બલુચિસ્તાન પ્રાંતમાં બે અલગ અલગ વિસ્તારમાં રિમોટથી સંચાલિત બોંબ વિસ્ફોટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો.
કવેટા અને કોહલુ જિલ્લામાં સુદૂર વિસ્તારમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.પ્રથમ ધમાકો કવેટના બહારના વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. જેમાં મોટરસાયકલમાં બોંબ મુકવામાં આવ્યો હતો.જેમાં એક જવાંનનું મોત નીપજ્યું છે તેમજ બે સૈનિકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.
(5:42 pm IST)