દેશ-વિદેશ
News of Saturday, 21st November 2020

બ્રાઝિલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 60 લાખને વટી ગઈ

નવી દિલ્હી:બ્રાઝિલમાં છેલ્લા 24કલાકમાં કોરોના વાયરસના કારણોસર 38397 નવી ઘટના સામે આવી છે. તેની સાથે સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 60 લાખને પાર થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દરમ્યાન 552 વધારે દર્દીઓના મૃત્યુની સાથે મ્રુતકઆંક વધીને 168613એ પહોંચી ગયો છે તેમજ સાજા થનાર દર્દીઓનો આંકડો 50 લાખ 40 હજારે પહોંચી ગયો છે. એક દિવસ પહેલા બ્રાઝિલમાં 35918 નવી ઘટના સામે આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. 606 દર્દીઓ એક જ દિવસમાં મોતને ભેટ્યા 4હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:38 pm IST)