દેશ-વિદેશ
News of Wednesday, 23rd September 2020

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું ખાસ પ્રકારનું બેન્ડેજ

 

નવી દિલ્હી: બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું બેન્ડેજ તૈયાર કર્યું છે, જે તૂટેલા હાડકાંને ફરીથી જોડી શકે છે. તે એક રીતે પ્લાસ્ટરનું કામ કરે છે. આ પ્રયોગ ઉંદરો પર સફળ થયા બાદ હવે મનુષ્ય પર તેના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. તેને કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યું છે.

            1.કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિક ડો. શુક્રિ હબીબના જણાવ્યા પ્રમાણે, આ બેન્ડેજ ફ્લેક્સિબલ છે. તે વાળ કરતાં ફક્ત 3 ગણું જાડું છે. ટ્રીટમેન્ટ માટે જ્યાં ફ્રેક્ચર થયું છે, ત્યાં નાનો ચીરો કરીને બેન્ડેજ લગાવવામાં આવે છે.2.ડો. હબીબના જણાવ્યા પ્રમાણે, બેન્ડેજમાં સ્ટેમ સેલ્સ અને બોન સેલ્સ છે, તે ફ્રેક્ચરવાળા ભાગને કુદરતી રીતે જોડવાનું કામ કરે છે.3.તે એક બાયોડિગ્રેડેબલ બેન્ડેજ છે જે હાડકાંના જોડાણ બાદ ધીમે ધીમે શરીરમાં શોષાઈ જાય છે અને તેની કોઈ આડઅસર પણ નથી થતી.4.ઉંદરમાં 8 સપ્તાહ સુધી બેન્ડેજ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક્સ-રે કરવામાં આવ્યો. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ઉંદરના માથામાં ડેમેજ થયેલા હાડકાં જોડાયેલાં દેખાયાં.

(6:06 pm IST)