દેશ-વિદેશ
News of Monday, 23rd November 2020

નાઇજીરિયામાં મસ્જિદમાં બંદૂકધારીઓએ ગોળીબારી કરતા પાંચના મૃત્યુ:18નું અપહરણ

નવી દિલ્હી: આફ્રિકી દેશ નાઇજીરીયામાં રવિવારે એક મસ્જીદમાં બંદુકધારીઓએ હુમલો કરી પાંચ લોકોની હત્યા કરી નાખી અને 18 લોકોનું અપહરણ કરી નાખ્યુ. નાઇજીરીયા પોલીસે ઘટનાની પુષ્ટિ કરી. હુમલો શુક્રવારના દેશના ઉતર પશ્ર્ચિમી રાજય જામફરામાં થયો. પોલીસ પ્રવકતા મુહમ્મદ શેહુ કહયુ કે જામફરા ક્ષેત્રના મારૂલ એરિયામાં દસ્તન ગારી સમુદાયમાં ઘટનાને પાર પડાયુ. શેહુએ વધુમાં જણાવ્યુ કે બંદુકધારીઓએ મસ્જિીદમાં હાજર ઇમામ સહિત 18 લોકોનું અપહરણ કરી લીધુ. ત્યારબાદ હુમલાખોરોએ ગોળી ચલાવવાની શરૂ કરી દીધી.

           હુમલામાં બે લોકોના ઘટના સ્થળે મોત થઇ ગયા. ત્યારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયા. હાજર લોકોએ જણાવ્યુ કે બંદુકધારી મોટરસાઇકલમાં આવ્યા હતા. અને નમાઝ પઢી રહેલા લોકો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ. હુમલા બાદ હુમલાખોર જંગલમાં ભાગી ગયા. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયેલ હતી અને શોધખોળમાં લાગી ગયેલ.

(5:18 pm IST)