દેશ-વિદેશ
News of Monday, 23rd November 2020

અમેરિકા સહીત યુરોપમાં કોરોનાનો ત્રીજો તબક્કો આવવાની WHOની ચેતવણી

નવી દિલ્હી: અમેરિકા અને યુરોપ હજુ તો કોરોનાની બીજી લહેરના મારમાંથી બેઠા પણ નથી થયા ત્યાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)દુનિયાને ખાસ કરીને યુરોપના વિકસિત દેશોને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેવાની ચેતવણી આપી દીધી છે.

       વૈશ્વિક સંસ્થાએ ભારપૂર્વક કહ્યું છે કે કોરોના વાઈરસનો પ્રસાર રોકવા માટે યુરોપીયન દેશોએ પર્યાપ્ત ઉપાય નથી કર્યા, તેના કારણે યુરોપીયન દેશોમાં કોરોનાની બીજી લહેર આવી છે. ભારતમાં પણ તહેવારોના સમયમાં પ્રજાની બેદરકારી અને સરકારની નરમાઈને પગલે કોરોનાની બીજી લહેરને પગલે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

(5:19 pm IST)