દેશ-વિદેશ
News of Friday, 25th September 2020

સાઉદી અરેબિયાએ ચોથી ઓક્ટોબરથી ઉમરાહની પરવાનગી જાહેર કરી

નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ ચોથી ઓક્ટોબરથી અમલમાં આવે એ રીતે ઉમરાહની પરવાનગી જાહેર કરી હતી. ઉમરાહ હજનું ટૂંકું સ્વરૂપ છે. એમાં ફક્ત મક્કાની યાત્રા કરવાની હોય છે. મુસ્લિમોના ઇમાનને તાજું કરવા અને અપરાધો થઇ ગયા હોય તો એની માફી માગવા ઉમરાહ કરવામાં આવે છે. ઉમરાહ સ્વૈચ્છિક અને સુન્નત હોય છે। ઉમરાહ કરનારના અપરાધો ખુદા માફ કરે છે એમ કહેવાય છે.

              સાઉદી અરેબિયાની બહારના મુસ્લિમોએ ઉમરાહ માટે વીઝા લેવા પડે છે. આ વીઝા ફક્ત એક મહિના સુધી ચાલે છે. સાઉદી અરેબિયા અને એની આસપાસના લોકો કોઇ ખાસ દસ્તાવેજ વિના ઉમરાહ કરી શકે છે. ઉમરાહ સ્વૈચ્છિક છે જ્યારે હજ જીવનમાં એકવાર દરેક મુસ્લિમ માટે ફરજિયાત હોય છે. ઇસ્લામી કેલેન્ડરના છેલ્લા મહિનાની 8મીથી 13 તારીખ વચ્ચે હજ કરવામાં આવે છે જ્યારે ઉમરાહ ગમે ત્યારે મક્કામાં કરી શકયા છે. ઉમરાહ બે કલાકમાં કરાતી આધ્યાત્મિક યાત્રા છે. ઉમરાહનો ખાસ પોષાક હોય છે.

(6:02 pm IST)