બ્રિટનમાં બીજી નવેમ્બરથી કોરોના વેક્સિનનો બીજો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે
નવી દિલ્હી: કોરોના મહામારીથી ત્રસ્ત બ્રિટનમાં બીજી નવેમ્બરથી કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા મુજબ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીન તૈયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેની પહેલી બેચ વેક્સીનેશન માટે હોસ્પિટલ્સમાં મોકલી દેવામાં આવશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટી તૈયાર કરી રહેલી કોરોના વેક્સીન આ મહામારીના ખાતમા માટે ગેમચેન્જર તરીકે માનવામાં આવી રહી છે. અત્યાર સુધીના ટ્રાયલમાં વેક્સીનના અદભૂત પરિણામો સામે આવ્યા છે. તેની વેક્સીનને AZD1222 or ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે અને તેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ત્રાજેનેકા સાથે મળીને તૈયાર કરી રહ્યા છે. આ સિવાય ફાઇઝર અને બાયોટેકની કોરોના વેક્સીન પણ અંતિમ તબક્કામાં છે. બ્રિટનની નેશનલ હેલ્થ સિસ્ટમ દૈનિક સ્તરે 10 હજાર લોકોને વેક્સીનેશન કરવાની યોજના પર કામ કરી રહી છે.