દેશ-વિદેશ
News of Saturday, 28th November 2020

બર્લિનમાં વર્સ્ત્રોના ત્યાગને સામાન્ય બાબત ગણવામાં આવે છે.....

નવી દિલ્હી: વર્ષો સુધી બર્લિનમાં રહ્યા પછી જર્મનો માટે કંઈ પણ કરવું સહજ છે એ વાત મને સમજાઈ છે. અમેરિકાના મિડવેસ્ટમાં મારો ઉછેર થયો તેનાથી વિપરિત અહીં લોકો નગ્નતાને સહજતાથી લે છે. અમેરિકામાં નગ્નતાને જાતીયતા સાથે જોડવામાં આવે છે, પણ અહીં જર્મનીમાં રોજબરોજનાં કાર્યો દરમિયાન વસ્ત્રોના ત્યાગને અસામાન્ય ગણવામાં આવતો નથી. સૂર્યસ્નાન વખતે નિર્વસ્ત્ર થવાનું કે સ્વિમિંગ પુલમાં કૂદતાં પહેલાં બધાં જ વસ્ત્રોનો ત્યાગ કરવો કરવો સ્વાભાવિક ગણાવા લાગ્યો છે.

     આ બર્લિનની કોઈ છૂપી વાત નથી, પરંતુ અહીં પ્રચલિત બનેલી "મુક્ત-તન સંસ્કૃતિ" (ટૂંકમાં FKK તરીકે ઓળખાતી રીત)નો જ હિસ્સો છે. જોકે તે નવી સંસ્કૃતિ પણ નથી અને જર્મીનીમાં 19 સદીના પાછલા હિસ્સાથી તે પ્રચલિત બનવા લાગી હતી.સ્પેનમાં બીચ પર ટોપ કાઢી નાખીને મોકળા થવા પૂરતી આ વાત નથી; જર્મનીમાં FKK સંસ્કૃતિ વધારે ઊંડી ભાવના સાથેની છે. આવી રીતને જર્મનીમાં રૂઢિના વિરોધની સાથે જાતના બંધનોને ત્યાગીને મુક્ત થવાની ભાવના તરીકે પણ જોવામાં આવે છે.

(5:50 pm IST)