News of Thursday, 29th October 2020
અફઘાનિસ્તાનની હેરાત જેલમાં થયેલ લડાઈમાં 8 કેદીઓના મૃત્યુ:12 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવી દિલ્હી:અફઘાનિસ્તાનના હેરાત જેલમાં બુધવારના રોજ સાંજના સમયે થયેલ ઝઘડામાં 8 કેદીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 12 કેદીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પ્રાંતીય સ્વાસ્થ્ય નિર્દેશાલયના પ્રવક્તા મોહમ્મ્દ રફીક સીરજેએ જણાવ્યું છે કે આ ઝઘડો ત્યારે શરૂ થયો હતો જયારે બ્લોક 5ના કેદીઓએ દ્વારા બનાવવામાં આવેલ વિભાજક દીવાલને પોલીસે હટાવી દેવાની શરૂ કરી હતી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:34 pm IST)