દેશ-વિદેશ
News of Wednesday, 30th September 2020

૩૦ વર્ષના ઘોર આળસુ અને બેરોજગાર દીકરાને મમ્મીએ કાઢી મૂકતા કોર્ટે ચડ્યો

લંડન,તા.૩૦ : નોકરી-ધંધા વગરના અને ઘરમાં કોઈ મદદ ન કરતા દીકરાને મમ્મીએ ઘરમાંથી કાઢી મૂકયો હોવાની ફરિયાદ મેકિસકન પ્રોસિકયુટરની ઓફિસમાં નોંધાઈ છે.

૩૦ વર્ષના ક્રિશ્યિયન  યુરિષેલે તેની મમ્મી અને માસી મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકતી હોવાની ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં અદાલતના ચુકાદાની રાહ જોવાઈ રહી છે.

જોકે ક્રિશ્યિયને પોતે બેકાર હોવાનું અને ઘરમાં ઼કામ કા ન કાજ કા, દુશ્મન અનાજ કા' કહેવતને અનુસરતાં પડ્યો પાથર્યો રહેતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું નહોતું. ક્રિશ્યિયન  ઘરખર્ચમાં કે ઘરના કામમાં કયાંય મદદ કરતો ન હોવાનું તેની મમ્મી અને આન્ટી કહે છે. મમ્મી અને માસી તેને ઝાડુથી માર મારતી હતી અને તેના પર પાણી ફેંકતી હતી. મમ્મીએ કહ્યું કે 'કોરોના રોગચાળો શરૂ થયો ત્યારે દીકરો ક્રિશ્યિયન યુરિયેલ મારી પાસે રહેવા આવ્યો હતો, કારણ કે રોગચાળામાં તેની રોજગારી છીનવાઈ ગઈ હતી. મેં માતૃવાત્સલ્યની લાગણીને કારણે દીકરાને ઘરમાં છેલ્લા ચાર મહિનાથી તે સોફા પર બેઠો-બેઠો વિડિયો-ગેમ રમ્યા કરે છે. બીજું કંઈ કામકાજ શોધવા જતો નથી.

લોકડાઉનનાં નિયંત્રણો હળવાં કરાતાં બહાર ધંધા-રોજગાર ખૂલવા માંડ્યા છતાં તે ઘરમાં જ બેઠો રહેતો હતો. એ ઉપરાંત એક પણ વસ્તુ તે જાતે ઊભો થઈને લેતો નથી. દરેક વસ્તુ તે ઓર્ડર કરે એમ હાથમાં આપવાની હોય છે એથી અમે ત્રાસી ગયાં હતાં.

(11:17 am IST)