દેશ-વિદેશ
News of Wednesday, 30th September 2020

કોરોના વાયરસના કારણોસર મુકવામાં આવેલ પ્રતિબંધના કારણોસર સીરિયામાં સાત લાખ બાળકો સામે ભુખમરાનો ખતરો જોવા મળ્યો

નવી દિલ્હી: મોટા પાયે આર્થિક નુકસાન થવાથી અને કોરોન વાઇરસને રોકવા મૂકવામાં આવેલા પ્રતિબંધોને કારણે સિરિયામાં વધુ સાત લાખ બાળકો સામે ભૂખનો ખતરો ઉભો થશે તેમ એક આંતરરાષ્ટ્રીય સહાય જૂથે ચેતવણી આપી છે. બાળકો માટે કાર્ય કરતા એક અગ્રણી એનજીઓના જણાવ્યા અનુસાર નવા આંકડા દર્શાવે છે કે છેલ્લા છ મહિનામાં ફૂડ ઇનસિક્યોર બાળકોની સંખ્યા વધીને ૪૬ લાખ થઇ ગઇ છે.

            છેલ્લા દસ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષમાં ચાર લાખથી વધુ લોકોનાં મોત થયા છે અને દેશની ૫૦ ટકા વસ્તી વિસ્થાપિત થઇ ગઇ છે. યુદ્ધને કારણે સિરિયાના અર્થતંત્રને પણ મોટા પાયે નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુદ્ધ, મૅોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, પશ્ચિમી દેશોના પ્રતિબંધ, પાડોશી દેશ લેબેનોનમાં નાણાકીય કટોકટીને કારણે સિરિયાનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે.

(5:39 pm IST)