Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

દેશમાં મોંઘવારીએ મોં ફાડ્યું : કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મોંઘાદાટ બન્યા

ઘાતુઓમાં 4થી 24 ટકાનો ઉછાળો : ખાદ્યતેલ પણ તેજીનો માહોલ : ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સેસ ગુડ્સની સપ્લાઇ ઘટતા ભાવમાં વધારો : બાઈક- કાર પણ થશે મોંઘા: પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચતા ટ્રાન્સપોર્ટેશન પણ મોઘું

નવી દિલ્હી : છેલ્લા એકડા માહીતહીં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સામાન બનાવનાર કંપનીઓ ધીમે-ધીમે પોતાની પ્રોડક્ટના ભાવમાં વધારો કરી રહી છે.કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માલમાં કાર, ટીવી, ફ્રિજ, એસી, કુલર, પુસ્તકો, ઝવેરાત, તબીબી સાધનો, રમકડાં જેવી ચીજો આવે છે. જે સતત મોંઘી થતી જઈ રહી છે. કંપનીઓ લગભગ બે વખત પ્રોડક્ટ્સના ભાવ વધારી ચૂકી છે અને દરેક વખત લગભગ 4.5 ટકા વધાર્યા છે, કંપનીઓનું સ્પષ્ટ રીતે કહેવાનું છે કે, જો મોંઘવારીનો આવો જ દબાણ બનેલો રહેશે તો આ પ્રોડક્ટ્સની કિંમતમાં ફરીથી ભાવ વધારવામાં આવી શકે છે. સામાન્ય માણસ પર મોંઘવારીના ભાર હેઠળ પ્રતિદિવસ દબાતો જઈ રહ્યો છે. આગામી દિવસોમાં ચીજોના ભાવ વધારે વધી શકે છે.

જેપી મોર્ગને પોતાના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, દરેક રીતની કોમોડિટીના ભાવ વધી રહ્યાં છે. ધાતુઓથી લઈને એગ્રી પ્રોડક્ટ્સ અને પેટ્રોલથી લઈને ડીઝલ સુધીના ભાવ વધતા જઈ રહ્યાં છે. આ ભાવોમાં આગામી દિવસોમાં વધારે ભડકો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

 

બિઝનેસ સ્ટેન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અનેક ધાતુઓ જેવા કે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, જિંક, નિકર, ટિન અને લેડના ભાવોમાં લગભગ 4થી લઈને 24 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. બીજી તરફ માત્ર એક મહિનામાં જ ક્રૂડ ઓઈલના ભાવ 21.5 ટકા છલાંગ મારી ચૂક્યા છે. ખાવાના તેલ તરફ નજર કરીએ તો ત્યાં પણ તેજી છે. સોયા અને પામ ઓઈલની કિંમતો આ દરમિયાન 9થી 12 ટકા સુધી વધી ગઈ છે.

પાછલા કેટલાક મહિનાઓમાં સ્ટીલના ભાવમાં લગભગ 29 ટકાનો ઉછાળો આવ્યો છે. ટાંકણીથી લઈને ટ્રક બનાવવા સુધી અને ઘરથી લઈને ફ્લાઈઓવર બનાવવામાં સ્ટીલ સૌથી મહત્વપૂર્ણ કાચું માલ હોય છે. જો સ્ટીલના ભાવમાં વધારો થાય છે તો તેના સાથે જોડાયેલી બધી જ વસ્તુઓ અને સેવાઓમાં ભાવ વધી શકે છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે, આવનારા દિવસોમાં સીમેન્ટના ભાવ પણ વધી શકે છે. ભારતીય સિમેન્ટના ડાયરેક્ટર રવિન્દ્ર રેડ્ડીનું કહેવું છે કે, જેવી રીતે મોંઘવારીનું દબાણ જોવા મળી રહ્યું છે, એવામાં સીમેન્ટના ભાવ 10-15 રૂપિયા પ્રતિ બેગ વધી શકે છે. સીમેન્ટના ભાવ વધવાની સીધી અસર હાઉસિંગ સેક્ટર પર થશે. એવામાં આવનારા દિવસોમાં ડેવલપર્સ ઘરોની કિંમતો વધારી શકે છે.

કંઝ્યુમર ગુડ્સ (ગ્રાહકનો સામાન) બનાવનાર કંપનીઓનું કહેવું છે કે, હવે તેમના માટે કિંમતો વધારવી જરૂરી થઈ ગઈ છે. એક તરફ કંપનીઓને મળનાર કાચા માલનો ભાવ વધી ગયો છે અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો રેકોર્ડ સ્તરો પર પહોંચવાથી ટ્રાન્સપોર્ટેશન પણ મોઘું થઈ ગયું છે

મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક સામાન, લેપટોપ જેવી પ્રોડક્શનના મામલામાં ચીનથી મોટા પ્રમાણમાં માલ સપ્લાય થાય છે. પરંતુ બંને દેશો વચ્ચે વર્તમાન સ્થિતિને જોતા ઈમ્પોર્ટને લઈને કેટલાક પ્રતિબંધો પછી આ સામાન ભારત આવી શકી રહ્યો નથી. સપ્લાઈમાં આવેલા ઘટાડાના કારણે પણ કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે

ઓટો મોબાઈલ સેક્ટરના એક્સપર્ટ્સનું કહેવું છે કે, જેવી રીતે કમોડિટી માર્કેટમાં તેજી જોવા મળે છે, તેવી જ રીતે ગાડીઓની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે. ઓટો સેક્ટરમાં કાચા માલના રૂપમાં ધાતુનો સૌથી વધારે ઉપયોગ થાય છે અને ધાતુઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં મોંઘો હોવાના કારણે કંપની પર વધારાનું ભારણ આવશે અને મોંઘવારીનો આ ભાર કંપનીઓ ગ્રાહક ઉપર નાંખી દેશે. કેટલીક ગાડીઓ તો પહેલાથી જ મોંઘી થઈ ચૂકી છે અને આવનારા સમયમાં વધારે મોંઘી થઈ શકે છે

(12:00 am IST)