Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

એન્ટાર્કટિકામાં બ્રિટિશ સંશોધન કેન્દ્રની નજીક બરફનો વિશાળ ટુકડો તૂટી પડ્યો : કદ ન્યૂયોર્ક સિટી કરતા મોટું

ટુકડાનું કદ 490 ચોરસ મિલ (1270 ચોરસ કિલોમીટર)અને જાડાઈ લગભગ 150 મીટર: અગાઉ વૈજ્ઞાનિકોએ શેલ્ફમાં તિરાડો જોઈ હતી

બ્રિટનના સંશોધન કેન્દ્રની નજીક બરફ તૂટી પડ્યો છે  એન્ટાર્કટિકામાં આ વખતે હલનચલણ તીવ્ર બની ગઈ છે. અહીં બ્રિટિશ રિસર્ચ સેન્ટરની નજીક બરફનો મોટો ટુકડો તૂટીને પડ્યો છે, જેનું કદ ખૂબ મોટું છે. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વેમાં આ માહિતી સામે આવી છે. સંશોધન સંસ્થાએ જણાવ્યું છે કે બરફના આ ટુકડાનું કદ 490 ચોરસ મિલ (1270 ચોરસ કિલોમીટર) છે. આ કદ ન્યુયોર્ક સિટી કરતા પણ મોટું છે. તેની જાડાઈ લગભગ 150 મીટર છે. આ ઘટના શુક્રવારની છે. જે પ્રક્રિયા હેઠળ આ બન્યું છે તેને કાલવિંગ કહે છે

લગભગ એક દાયકા બાદ આવી ઘટના જોવા મળી છે. શુક્રવારે સવારે આઈસબર્ગ સંપૂર્ણપણે તૂટી પડ્યા પહેલા બરફમાં ઘણી તિરાડો જોવા મળી હતી. બ્રિટનના હેલી VI સંશોધન સ્ટેશન અહીં રોજ બરફના શેલ્ફનું નિરીક્ષણ કરે છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આવી ઘટના કોઈક વાર ફરીથી બીજા સમયે બની શકે છે.

(12:00 am IST)