Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

તિરૂપતિ : મંદિરનું બજેટ ૨,૯૩૭ કરોડ રૂપિયા : માત્ર વ્યાજની આવકનું અનુમાન રૂ. ૫૩૩ કરોડ

૨૦૨૦-૨૧માં મંદિરે હુંડી અને અન્ય સંપત્તિઓની પ્રાપ્તીથી રૂ. ૧,૧૩૧ કરોડની આવકનું અનુમાન લગાવ્યું

તિરૂપતિ તા. ૧ : તિરૂમાલાનાં સૌથી ધનિક મંદિરનો વહીવટ સંભાળી રહેલા તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ ૨૦૨૧-૨૨ માટે ૨,૯૩૭ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. શનિવારે મોડી રાતે ટીટીડી બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક વાય.વી. સુબ્બા રેડ્ડીની અધ્યક્ષતામાં મળી, જેમાં આ બજેટને મંજૂરી આપવામાં આવી. આગામી નાણાકીય વર્ષનું બજેટ ૨૦૨૦-૨૧નાં સુધારેલા અંદાજ કરતાં ૧૦ ટકા વધારે છે.

૨૦૨૦-૨૧માં મંદિરએ હુંડી અને અન્ય સંપત્તીઓની પ્રાપ્તીથી રૂ.૧,૧૩૧ કરોડની આવકનું અનુમાન લગાવ્યયું છે. કુટીર દાન યોજના હેઠળ બિન-નફાકારક સંપત્તિ અને ખાલી કોટેજ માટે પણ ૧૦૦ કરોડ રૂપિયાનું મુદ્રીકરણ ભંડોળની સંભાવના વ્યકત કરવામાં આવી છે. વ્યાજની આવકનું અનુમાન રૂ. ૫૩૩ કરોડ લગાવાયું છે, જયારે પ્રસાદમની કમાણી ૩૭૫ કરોડ રૂપિયા થાય તેવી આશા છે. દર્શનમ દ્વારા પ્રાપ્તીઓ રૂ .૨૧૦ કરોડ અને કલ્યાણટક્કાથી રૂ .૧૩૧ કરોડની આવક થાય તેવું અનુમાન છે.

બોર્ડે એ પણ નિર્ણય કર્યો છે કે જો અયોધ્યા રામ મંદિર કન્સ્ટ્રકશન ટ્રસ્ટ ટીટીડીને જમીન ફાળવે છે, તો તે અયોધ્યામાં શ્રીવારી મંદિર અથવા ભજન મંદિરમ અથવા સુવિધા કેન્દ્ર બનાવી શકે છે. ટીટીડીએ એ પણ ઘોષણા કર્યું કે મુંબઈ અને જમ્મુમાં શ્રીવારી મંદિરોનાં નિર્માણ માટે ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે.(

(10:23 am IST)