Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

૪-૧૦ દિવસમાં મોત થાય તો રસી જવાબદાર ન મનાય

દેશી બનાવટની બંને વેક્સિન સલામત હોવાનો દાવો : વડાપ્રધાને વેક્સિન મૂકાવતા તેની સામેની શંકા અને અફવાઓ ફગાવી દેવા સંદેશ આપ્યો : કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન

નવી દિલ્હી, તા. : દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સિન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે કે, વેક્સિન લગાવ્યાના કે ૧૦ દિવસ બાદ જો કોઈનુ મોત થાય તો તે માટે રસીને જવાબદાર માનવામાં ના આવે. તેમના મતે જાણકારોએ વાતની ચકાસણી કરી છે કે, કોરોના વેક્સિન લગાવ્યા બાદ હજી સુધી એક પણ મોત થયુ નથી. રસી મુકાવ્યા બાદ હાથ પર સોજો આવવો કે તાવ આવવાના લક્ષણો પણ બહુ ઓછા લોકોમાં દેખાયા છે. વેક્સિન મુકાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની ટકાવારી .૦૦૦૪ ટકા છે. જે ના બરાબર કહી શકાય. ડો. હર્ષવર્ધને કહ્યુ હતુ કે, મને લાગે છે કે, પીએમ મોદીએ વેક્સિન મુકાવીને દેશને બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. હવે વેક્સિનને લઈને જેટલી પણ અફવાઓ અને શંકાઓ છે તેને ફગાવી દેવી જોઈએ. હું પહેલેથી કહેતો આવ્યો છું કે, ભારતમાં બનેલી બંને વેક્સિન સેફ છે, અમે પીએમ મોદીના આભારી છીએ, તેઓ હંમેશા ઉદાહરણીય નેતૃત્વ પુરુ પાડતા રહ્યા છે. ૬૦ વર્ષથી વધુ વયના લોકોને દેશમાં વેક્સિન મુકવાનુ શરુ કરવામાં આવે તે પહેલા તેમણે રસી લીધી છે.

(8:01 pm IST)