Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ગામજનોએ પર્વત કાપીને તળાવને નહેર સાથે જોડી દીધું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીે મન કી બાતમાં યુવતીની પ્રસંશા કરી : બુંદેલખંડ ક્ષેત્રમાં મહિલાઓએ પહાડ કાપીને તળાવને નહેર સાથે જોડી દેતાં તળાવમાં પાણી ભરાવા લાગ્યું

છતરપુર, તા. : વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા મધ્ય પ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રમાં ૧૯ વર્ષની એક છોકરીએ એવું કામ કરી બતાવ્યું, જેની પ્રશંસા પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાની મનની વાત કાર્યક્રમમાં કરી છે. બબીતાની પ્રેરણાથી બુંદેલખંડ ક્ષેત્રમાં છતરપુરના ભેલ્દા ગામની મહિલાઓએ પહાડ કાપીને તળાવને નહેર સાથે જોડી દીધું. હવે, તેમના ગામમાં તળાવમાં પાણી ભરાવા લાગ્યું છે અને ગામમાં આનંદ છવાઈ ગયો છે.

મહિલાઓએ પરમાર્થ સમાજ સેવી સંસ્થાનના સહયોગથી લગભગ ૧૦૭ મીટર લાંબા પહાડને કાપીન એક એવો રસ્તો બનાવ્યો છે, જેનાથી તેમના ગામના તળાવમાં હવે પાણી ભરાવા લાગ્યું છે. સૂકા થઈ ગયેલા કૂવામાં પાણી આવી ગયું છે. સૂકાઈ ગયેલા હેડપંપ હવે પાણી આપવા લાગ્યા છે. તે ઉપરાંત ૧૧ તળાવોનો પુનરોદ્ધાર થઈ ચૂક્યો છે. સૌથી મોટી વાત છે કે, તળાવ ભરાવાથી સૂકાઈ ગયેલી બછેડી નદીમાં ફરી એક વખત પાણી વહેતું થવાની આશા ઉભી થઈ છે. બછેડી નદીનું ઉદગમ સ્થળ અંગરોઠા છે. બછેડીમાં માત્ર વરસાદી પાણી આવે છે. આશા રાખવામાં આવી રહી છે કે, તે હવે આખું વર્ષ ભરેલી રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત'માં કહ્યું કે, 'બબીતા રાજપૂતનું ગામ બુંદેલખંડમાં છે. તેમના ગામની પાસે એક મોટું તળાવ હતું. જે સુકાઈ ગયું હતું. તેમણે ગામની બીજી મહિલાઓની મદદ લીધી અને તળાવ સુધી પાણી લાવવા માટે એક નહેર બનાવી દીધી. નહેરથી વરસાદનું પાણી સીધું તળાવમાં આવવા લાગ્યું અને હવે તળાવ પાણીથી ભરેલું રહે છે. અગરોઠા ગામની બબીતા જે કરી રહી છે, તેનાથી તમને બધાન પ્રેરણા મળશે.' વડાપ્રધાને કહ્યું કે, જળ સંરક્ષણ સામૂહિક જવાબદારી છે અને તેને દેશના બધા નાગરિકોએ સમજવું પડશે.

બબીતાના ગામમાં વરસાદનું પાણી પહેલા પહાડો પરથી વહીને નીકળી જતું હતું. તેના પગલે ૪૦ એકરમાં બનેલા તળાવમાં વરસાદનું પાણી પહોંચતું હતું. બબીતાએ ગામની મહિલાઓનો સાથ લીધો અને વન વિભાગની સાથે મળીને ૧૦૭ મીટરનો પહાડ કાપ્યો. હવે તળાવમાં પાણી ભરેલું રહે છે અને સુકાયેલા કૂવામાં પણ પાણી આવી ચૂક્યું છે. બબીતાની સાથે ૧૦૦થી વધુ મહિલાઓએ ગામની સમસ્યા દૂર કરવ માટે મહેનત કરી અને હવે તેમની મહેનત રંગ લાવી છે.

(9:13 pm IST)
  • છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ કેસઃ ૧૦૬ના મોતઃ દેશમાં કુલ કેસ ૧,૧૦,૯૬,૭૩૧ થયા નવી દિલ્‍હી : છેલ્લા ર૪ કલાકમાં ૧પપ૧૦ નવા કેસ સામે આવ્‍યા છે. આ દરમિયાન ૧૦૬ લોકોના મોત થયા છે. દેશમાં કુલ કેસની સંખ્‍યા વધીને ૧,૧૦,૯૬,૭૩૧ થઇ છે. કુલ મૃત્‍યુઆંક ૧,પ૭,૧પ૭ થયો છે. હાલ એકટીવ કેસ ૧,૬૮,૬ર૭ છે. અત્‍યાર સુધીમાં ૧,૪૩,૦૧,ર૬૬ લોકોનું રસીકરણ થયું છે. access_time 12:00 am IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST

  • નરેન્દ્ર ભાઈ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ આજે જ કોરોના વાયરસની રસી મૂકાવી રહ્ના છે. અમિતભાઈ પોતાનાં નિવાસસ્થાને કોરોનાની રસી મુકાવશે. મેદાંતા હોસ્પિટલનાં ડો.સુશીલા વેક્સિનનો પ્રથમ ડોઝ આપશે. અમિતભાઈ શાહને ભારત બાયોટેકની કોવેક્સિનની રસી આપવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈઍ પણ આ જ વેકસીન મુકાવી હતી. access_time 11:16 am IST