Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રિયાના ઘરેથી દોઢ કિલો ચરસ અને મોટા પ્રમાણમાં ગાંજો મળ્યો હતો : ૧૦ વર્ષની જેલ થઇ શકે છે

એનસીબીના અધિકારી સનસનાટી મચાવે છે

મુંબઇ તા. ૧ : બોલિવુડના એકટર સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસમાં ડ્રગ્સ નેટવર્ક બહાર આવ્યા બાદ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ સોવિકની ધરપકડ કરી ચુકેલ છે. એનસીબીની તપાસ વચ્ચે હવે એવા અહેવાલો બહાર આવ્યા છે કે રિયાના ઘરેથી એનસીબીની ટીમને દોઢ કિલો ચરસ મળી આવ્યું હતું. આના કારણે રિયા અને તેના ભાઇની મુશ્કેલી વધી શકે છે. એક અહેવાલ અનુસાર આ મામલામાં રિયા અને તેના ભાઇને ૧૦ થી ૨૦ વર્ષની જેલની સાજા થઇ શકે છે.

એનસીબીના એક અધિકારીએ જણાવ્યું છે કે સુશાંતના મોત સાથે જોડાયેલ કોઇપણ કેસમાં અમે તપાસ નથી કરતા અને સુશાંતના મોત સાથે અમારે લેવાદેવા નથી. કેસ સીબીઆઇ સંભાળે છે. અમારો કેસ ડ્રગ કાર્ટેલનો છે. અમે આ મામલામાં ડ્રગ્સ નેટવર્કને શોધવા પ્રયાસો કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ૧૯ લોકોની ધરપકડ કરી છે અને બધા પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રિયાના ઘરેથી અમારી ટીમને દોઢ કિલો ચરસ અને મોટા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો હતો. આ હિસાબથી અમે કહી શકીએ છીએ રિયા અને તેના ભાઇને ૧૦ થી ૨૦ વર્ષની સજા થઇ શકે છે. અધિકારીએ કહ્યું હતું કે, રિયાના વકીલને હજુ ખબર નથી કે તેના ઘરેથી કેટલા પ્રમાણમાં ચરસ મળી આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે કેટલાક ફિલ્મ સ્ટારને સમન્સ મોકલી શકીએ છીએ.

(9:36 am IST)