Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

વાયરસ હવામાં છે કે નહિ ? પકડી લેશે ડિવાઇસ

આવતા મહિને બજારમાં આવશે સાધન

નવી દિલ્હી તા. ૧ : હવે હવામાં કોરોના છે કે નહીં તેને પણ હવે જાણી શકાશે. આગામી દિવસોમાં એ જાણવું સરળ થઈ શકે છે. કેનેડાની કંટ્રોલ એનર્જી કોર્પ નામની કંપનીએ એક ડિવાઈસ તૈયાર કર્યું છે. જે હવામાં કોરોના છે કે નહીં તે જણાવશે. કંપનીએ કેનેડાની ઓન્ટરિયોની બે લેબમાં કોરોના વાયરસ પર રિસર્ચ કર્યા બાદ આ દાવો કર્યો છે. આ ડિવાઈસની કિંમત ૮.૮ લાખ રૂપિયા છે.

બાયોકલાઉડ નામની ડિવાઈસ તૈયાર કર્યું છે. જે હેન્ડ ડ્રાયર જેવું દેખાય છે. આ ડિવાઈસ હવાને અંદર ખેંચે છે. અને પછી હવાનું વિશ્લેષણ કોરોનાની તપાસ માટે કરે છે.  રિઝલ્ટ પોઝિટિવ આવે તો ત્યાં હાજર લોકોની તપાસ કરી શકાશે.

કલાસરૂમ, ઓફિસમાં આ ડિવાઈસ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવેમ્બર સુધીમાં કંપની દ્વારા ડિવાઈસને બજારમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત ૮.૮ લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપની મહિનામાં ૨૦ હજાર યૂનિટ તૈયાર કરી શકે છે.

ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં કોરોનાના ૮૬ હજાર ૭૪૮ કેસ આવ્યા છે તો એક દિવસમાં કોરોનાથી ૮૫ હજાર ૨૭૪ લોકો સ્વસ્થ થયા છે.  ભારતમાં કોરોનાના એકટીવ કેસ ૯ લાખ ૪૦ હજાર ૬૪૪ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ ૬૩ લાખ ૧૦ હજાર ૨૬૭ છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ ૧૮ હજાર ૩૧૭ કેસ નોંધાઈ ચૂકયા છે. કેરળ અને કર્ણાટકમાં ૮૮૦૦થી વધુ કેસ નોંધાયા છે. તો આંધ્રપ્રદેશમાં ૬૧૩૩ કેસ, તમિલનાડુમાં ૫૬૫૯ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે.

(10:27 am IST)