Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચીન સરહદે ૧૦૦૦ કિમીની રેન્જવાળી મિશાઇલ તૈનાત

સત્તાવાર પરિક્ષણ પહેલા જ ભારતે એલએસી પર મિશાઇલો ખડકી

નવી દિલ્હી તા. ૧ : ભારત આવતા મહિને યોજાનારા સાતમાં પરિક્ષણ બાદ સત્તાવાર રીતે નિર્ભય ઉપક્રુઝ મિશાઇલને ભારતીય સૈન્ય અને નૈકામાં સામેલ કરશે પરંતુ પહેલા જ સીમીત સંખ્યામાં મિશાઇલને એલએસી પર તૈનાન કરવામાં આવેલ છે કે જ્યાં ભારતીય સૈનિકો ચીન સામે મોરચો માંડીને બેઠા છે. એક હજાર કીમીની રેન્જવાળા આ મિશાઇલ છે.

આ મિશાઇલને ડીઆરડીઓ દ્વારા બનાવામાં આવેલ છે. જો કે સેનાએ નવા મિશાઇલને તૈનાત કરવાની ઔપચારિકતાની રાહ નથી જોઇ અને ચીન વિરૂધ્ધ એલએસી પર બચાવ માટે તૈનાત કરવામાં આવેલ છે.

(10:29 am IST)