Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ભારતમાં રોજ ૮૭ રેપ થાય છે

વર્ષ ૨૦૧૮ની સરખામણીએ ગયા વર્ષે ગુનાઓમાં ૭.૩ ટકાનો વધારો

નવી દિલ્હી,તા. ૧: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)એ  મહિલાઓ ઉપર થતા અપરાધના આંકડા જાહેર કર્યા છે. વર્ષ ૨૦૧૮ની સરખામણીએ ગયા વર્ષે ગુનાઓમાં ૭.૩ ટકાનો વધારો નોંધાયો છે.

વર્ષ ૨૦૧૯માં ભારતમાં રોજ સરેરાશ ૮૭ રેપ થતા છે. આખા વર્ષમાં કુલ ૪,૦૫,૮૬૧ રેપના કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૯માં દર એક લાખ લાખ મહિલાઓમાંથી ૬૨.૪ ટકા ઉપર અપરાધ થયો છે, જે તે પહેલાના વર્ષના ૫૮.૮ ટકા કરતા વધુ છે. ૨૦૧૮માં દેશમાં મહિલાઓ પર અપરાધના ૩,૭૮,૨૩૬ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૯માં  ચાર લાખને પાર થયા છે.

ઈન્ડિયન પેનલ કોડ અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા કેસમાં પતિ અથવા સગાસંબંધીઓ દ્વારા થતી સતામણીના (૩૦.૯ ટકા) કેસ, વિનયભંગ કરવાના ઈરાદાથી થયેલા ગુના (૨૧.૮ ટકા) અને મહિલાના અપહરણના (૧૭.૯ ટકા) કેસોનો સમાવેશ છે.

ઉપરાંત એનસીઆરબીના આંકડામાં દર્શાવવામાં આવ્યું છે કે ૨૦૧૯માં બાળકો ઉપરના અપરાધના ૧.૪૮ લાખ કેસ છે જેમાં ૪૬.૬ ટકા અપહરણ અને ૩૫.૩ ટકા કેસ સેકસુઅલ ક્રાઈમના છે.

(10:58 am IST)