Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

પ્રાકૃતિક ઉપચાર દ્વારા વહેલા સાજા થાય છે કોરોનાના દર્દી

કાળમુખો કોરોનાનો આયુર્વેદિક ઇલાજઃ કલીનીકલ ટ્રાયલમાં દાવો

નવી દિલ્હી, તા., ૧: કોરોનાના ઇલાજ માટે ત્રણ હોસ્પીટલમાં કરાઇ રહેલ કલીનીકલ ટ્રાયલના રિપોર્ટથી ખબર પડી છે કે પ્રાકૃતીક ઉપચાર દ્વારા કોરોનાના દર્દીઓ પારંપરીક દવાઓની સરખામણીમાં જલ્દી રાહત મેળવે છે.  જી ન્યુઝના રીપોર્ટ અનુસાર કોરીયલ લાઇફ સર્વિસીઝની 'ઇમ્યુનો ફ્રી' અને ન્યુટ્રાસ્યુટીકલની 'રેગ્નેમુને' આયુર્વેદીક દવાઓના ઉપચારના ન્યુટ્રીમેન્ટ રીપોર્ટમાં કોરોના વાયરસની સારવાર માટે પારંપરીક દવાઓના અસાધારણ પરીણામો સામે આવ્યા છે.

આ ઉપરાંત સીરીએકટીવ પ્રોટીન, પ્રોકાલ્સીટોનીન, ડીડાઇમર અને આરટી પીસીઆર જેવા ઘણા પરીક્ષણો પણ પારંપરીક સારવારની સરખામણીમાં પ્રાકૃતીક સારવારથી ૨૦ થી ૬૦ ટકા વધારે સારા પરીણામો દર્શાવે છે. આ ઉપરાંત શરીર દર્દ અને થાક જેવા ઘણા લક્ષણોમાં પણ કુદરતી ઉપચાર સારા સાબીત થાય છે.

નેચરલ પ્રોટોકોલ પર લગભગ ૮૬.૬૬ ટકા દર્દીઓના રીપોર્ટ પાંચમાં દિવસે નેગેટીવ આવ્યા. જયારે સામાન્ય સારવારમાં ફકત ૬૦ ટકા દર્દીઓના રીપોર્ટ જ નેગેટીવ આવ્યા હતા. આ ઉપપરાંત ૧૦માં દિવસે ટેસ્ટીંગમાં બધા દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

દરમ્યાન ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૪૭૨ નવા કોરોના કેસ આવતા દેશમાં સંક્રમીતોનો કુલ આંકડો ૬૨,૨૫,૭૬૪ થયો છે. તો ર૪ કલાકમાં ૧૧૭૯ લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને ૯૭,૪૯૭ થઇ છે તો સંક્રમણથી સાજા થનાર લોકોની સંખ્યા ૫૧ લાખથી વધારે છે. આ સાથે જ દેશમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને ૮૩.૦૧ ટકા થયો છે. દેશમાં અત્યારે ૯,૪૦,૪૪૧ લોકોની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસના ૧પ.૪ર ટકા છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુનો દર ૧.પ૭ ટકા છે.

(11:35 am IST)