Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

જનતા પર પડશે મોંઘવારીની માર

ઓકટોબરમાં LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

નવી દિલ્હી, તા.૧: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઓકટોબર મહિના માટે ગેસનાં ભાવ જાહેર કર્યા છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરનાં સતત ત્રીજા મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ મહિને ઓઇલ કંપનીઓ (એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી) એ સબસિડી વગરનાં ગેસ વિના ૧૪.૨ કિલો સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયા રાખ્યો છે. અન્ય શહેરોમાં પણ સ્થાનિક એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, વેપારી સિલિન્ડરનાં ભાવમાં ૩૨ રૂપિયા વધારો કરાયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલો એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૧૩૩.૫૦ રૂપિયાથી વધીને ૧,૧૬૬ રૂપિયા થઈ ગઈ છે. કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડર ૩૨ રૂપિયા સુધી મોંદ્યા થઈ ગયા છે. ૧૪.૨ કિલો સિલિન્ડરની કિંમત ૫૯૪ રૂપિયા છે.

કોલકાતામાં, ૧૯ કિલો એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૧૯૬ રૂપિયાથી વધીને ૧,૨૨૦ રૂપિયા થઈ છે. અહીં સિલિન્ડર દીઠ ભાવમાં ૨૪ રૂપિયાનો વધારો થયો છે.

મુંબઈમાં ૧૯ કિલો એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૦૮૯ રૂપિયાથી વધીને ૧,૧૧૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. અહીંનાં ભાવમાં સિલિન્ડર દીઠ રૂ. ૨૪.૫૦ નો વધારો થયો છે.

ચેન્નાઈમાં ૧૯ કિલો એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૨૫૦ રૂપિયાથી વધીને ૧,૨૭૬ રૂપિયા થઈ ગઈ છે. અહીં સિલિન્ડર દીઠ રૂ.૨૬નો વધારો થયો છે.

(11:37 am IST)