Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સમાજ અને સરકાર વચ્ચે સંકલન સાધવામાં માહેર, જુથબંધીમાં માનતા નથી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનો જન્મદિન

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૧:ભારત દેશના રાષ્ટ્રપતિ આદરણીય શ્રી રામનાથ કોવિંદજીનો તા. ૧ ઓકટોબરના રોજ જન્મદિવસ નિમિત્ત્।ે વિંછીયા મુકામે 'પાંચાળ સર્વજ્ઞાતી સમરસ મંથન સમિતિ' અને 'પાંચાળ વિકાસ બોર્ડે' ના પ્રમુખશ્રી વિનોદભાઈ પી. વાલાણી દ્વારા આયોજીત 'મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ખીલેલા ફૂલોની માફક અથાક સંઘર્ષ કરી શિક્ષણના માધ્યમથી રામનાથજી  'મહામાનવ' બન્યા. રામનાથજીનું નામ કોઈની નજરમાં ચડ્યું નહોતું તેનું કારણ તેમની સાદગી, નિખાલસતા,નમ્રતા અને બેદાગ છબી જ છે. માયાળુ અને સૌમ્ય એવા રામનાથજી રાજકારણમાં ખરા... પણ રાજકીય ખટપટોથી હંમેશા દૂર જ રહ્યા છે. રામનાથજીને પદ, પ્રસિદ્ઘિ કે પૈસાનો એવો કોઈ મોહ નથી કે જેને માટે રાજકીય ખટપટો કરવી પડે. તેમને કયારેય રાજકીય પદ મેળવવા કદી પણ રાજકીય લોબિંગ કર્યું નથી. સમાજ અને સરકાર વચ્ચે સંકલન સાધવામાં માહેર એવા રામનાથજી કોઈપણ પ્રકારની જૂથબંધીમાં માનતા નથી.રામનાથ કોવિંદજીનો જન્મ ઉત્ત્।ર પ્રદેશ રાજયના કાનપુર જિલ્લાના પર્રોખ઼ ગામમાં સામાન્ય પરિવારમાં થયો હતો.

પરોખ ગામમાં 'મૈકુલાલ' કોળી રહેતા હતા. મૈકુલાલ કોળી સવાર-સાંજ પથરી માતાની પૂજા કરતા હતા અને વ્યવસાયે ખેતી કામ કરતા હતા તે સમયે ખેતી કામની સાધારણ આવકથી કુટુંબનું ભરણપોષણ કરવું મુશ્કેલ હતું. ભરણપોષણ માટે વધારાની આવક કરવા મૈકુલાલે પોતાના કાચા ઘરમાંજ કપડાંની એક નાની દુકાન શરૂ કરી હતી. મૈકુલાલ સારા એવા વૈદ પણ હતા. ખેતીકામ - વૈદ અને કપડાની દુકાન ચલાવનાર મૈકુલાલ એટલે કોળી મુખીયા હતા તેમના ધર્મપત્ની કલાવતી દેવી આ બધા કામમાં સારો એવો સહકાર આપતા હતા. કામમાંથી સમય મળે ત્યારે મૈકુલાલ અને કલાવતી દેવી ગ્રામજનો સાથે રામ ભજન કરતા હતા. ભજન ભકિત અને આરાધના કરતા સાંસારિક જીવનમાં મૈકુલાલ અને કલા દેવીને સાત સંતાનો થયા.

જેમાં પાંચ દીકરાઓના નામ(૧)મોહનલાલ (૨)શીવબાલક (૩)રામ સ્વરૂપ (૪)પ્યારેલાલ (૫)રામનાથજી તથા બે દીકરીઓ પૈકી એક ગોમતી દેવી ને બીજા પાર્વતી દેવી છે. આ સાત સંતાનોમાં સૌથી નાના સંતાન રામનાથજીનો જન્મ તા.૧-૧૦- ૧૯૪૫ ના રોજ થયો હતો. રામનાથ કોવિંદજી વકીલાતનો વ્યવસાય કરતા હતા. બાદમાં કેન્દ્ર સરકારે બિહારના રાજયપાલ તરીકે નિમણુંક કરી હતી. પોતાની સૂઝબૂઝ અને આવડતને કારણે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિના ઉમેદવાર ઘોષિત કર્યા. તા. ૨૫ જુલાઈ ૨૦૧૭ ના દિવસે સંસદના સેન્ટ્રલ હોલ ખાતે આયોજિત સમારંભમાં રામનાથજીએ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા. મુખ્ય ન્યાયાધીશ શ્રી જે.એસ ખેહરે રામનાથજીને ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રામનાથજીના શપથ બાદ તેમને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી.

સંકલન :

વિનોદભાઈ વાલાણી

પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ વિછીયા

(11:39 am IST)