Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હાથરસ કાંડઃ પ્રિયંકા ગાંધી આજે પીડિત પરિવારને મળશે

નવી દિલ્હી,તા.૧: :હાથરસ ગેંગરેપની ઘટનાને લઈને દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. અલગ અલગ ભાગમાં પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જશે. પ્રિયંકાએ યૂપીના સીએમ યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી હતી આ પહેલા પીડિતાની મોત સમયે પ્રિયંકાએ પરિવાર સાથે વાત કરી હતી.

પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી યુપી સરકાર પર નિશાન સધાયું છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ છે કે હાથરસ જેવી બીભત્સ ઘટના બલરામપુરમાં બની, યુવતીનો બળાત્કાર કરી પગ અને કમર તોડી નંખાઈ છે. આજમગઢ, બાગપત, બુલંદશહેરમાં બાળકીઓ સાથે દરિંદગી થઈ છે. યુપીમાં ફેલાયેલા જંગલરાજની આ હદ છે. માર્કેટિંગ, ભાષણોથી કાયદાની વ્યવસ્થા નથી ચાલતી. મુખ્યમંત્રીના જવાબનો સમય છે જનતાને જવાબ જોઈએ છે.

આ ઘટનામાં એસઆઇટીએ પોતાની તપાસ શરુ કરી છે. ગૃહસચિવ ભગવાન સ્વરુપની આગેવાનીમાં બનેલી એસઆઇટીના ટીમે પીડિત પરિવારની મુલાકાત લીધી છે. બીજી તરફ નિર્ભયાની માતાએ પીડિતાના પરિવારની તરફ મદદનો હાથ લંબાવ્યો છે. તેણે કહ્યું પરિવારને શકય મદદ કરીશ.

(12:45 pm IST)