Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કચ્છમાં ભૂકંપના ચાર આંચકા: ગામડાઓમાં ઓપરેટરો હડતાળ પર ઊતરતાં મગફળીનું રજીસ્ટ્રેશન ખોરવાયું: સપ્ટેમ્બર મહિનો કોરોના માટે સૌથી ભારે રહ્યો, સૌથી વધુ કેસો નોંધાયા, સૌથી વધુ મૃત્યુ નોંધાયા: નાર્કોટિક બ્યુરોના અધિકારી સનસનાટી મચાવે છે, રિયા ચક્રવર્તીના ઘરેથી દોઢ કિલો ચરસ અને મોટા પ્રમાણમાં ગાંજો મળ્યો હતો, 10 વર્ષની જેલ થઇ શકે છે: પ્રાકૃતિક ઉપચાર દ્વારા કોરોનાના દર્દી વહેલા સાજા થાય છે, ક્લિનિકલ ટ્રાયલમાં દાવો: દિલ્હી પંજાબ અને કેરળમાં કોરોનાની બીજી લહેર, દશેરા-દિવાળીમાં કોરોના બોમ્બ ફૂટે તેવી સંભાવના, શિયાળામાં વધુ કાળજી રાખવી પડશે: રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાથી ૧૬ના મોત: કારસેવકોના વેશમાં ત્રાસવાદીઓએ અયોધ્યામાં બાબરી મસ્જિદનું માળખું તોડ્યું હોવાનો ન્યાયાધીશનો ધડાકો, ૧૦૦ જેટલા દેશ વિરોધી તત્ત્વો અયોધ્યામાં ઘૂસી ગયા હતા, ગુપ્તચર રિપોર્ટ છતાં સરકારે પગલાં લીધા નહીં: જ્યારે જસ્ટિસ લિબ્રહાનનો મોટો વિસ્ફોટ, ષડયંત્ર હેઠળ બાબરી તોડવામાં આવી હતી, મારી પાસે રાખ્યા હતા પુરાવા, ઉમા ભારતીએ ખુદ સ્વીકાર્યું હતું

(1:03 pm IST)