Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

એક રિસર્ચમાં થયો ખુલાસો

કોરોનાને રોકવા સ્વચ્છતાની સાથે ખુલી હવા પણ જરૂરી

નવી દિલ્હી,તા. ૧: કોરોના વાયરસના હવામાં સંચરણ અને બંધ જગ્યાઓમાં તેના પ્રસાર બાબતે જયોર્જીયા યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું છે. આ રિસર્ચ અનુસાર, બંધ જગ્યાએ અને પ્રદૂષિત હવાના કારણે કોરોના વાયરસનું સંચરણ ઝડપથી થાય છે. એટલુ જ નહીં આ અભ્યાસમાંએ પણ જાણવા મળ્યુ કે બંધ જગ્યાઓએ કોરોના વાયરસનું સંચરણ ઝડપથી થાય છે. એટલુ જ નહીં આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યુ કે બંધ જગ્યાઓએ કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. એટલે કે કોરોના વાયરસ કયાંય પણ અને કોઇ પણ રીતે કોઇ પણને સંક્રમિત કરી શકે છે. આમ તો આખી દુનિયામાં ઘણા સમયથી હવા દ્વારા આ વાયરસના સંચરણ બાબતે શંકા વ્યકત કરાતી રહી છે પણ સીમિત અનુભવના આધારે આ રિસર્ચમાં દાવો કરાયો છે કે મહામારી વિજ્ઞાન સાબિતીમાં અનુસાર આ વાયરસ લાંબા અંતર સુધી સંચરણ કરે છે. તે હવામાં પણ સંચરણ કરી શકે છે.

રિસર્ચરોએ એક પ્રયોગ કર્યો તેમાં લોકોને બે ગ્રુપમાં વહેંચીને ખુલ્લામાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું. તેમાં બન્ને ગ્રુપોને અલગ અલગ બસોમાં કાર્યક્રમના સ્થળે લઇ જવાયા. બન્ને બસોને સંપૂર્ણ પણ બંધ રાખીને એસી સતત ચાલુ રાખવામાં આવ્યું,તેમાંથી એક બસમાં એક કોરોના સંક્રમિતને બેસાડવામાં આવ્યો. તેમાં જોવા મળ્યુ કે કોરોના સંક્રમિત સાથે બસમાં જનાર મોટા ભાગના લોકોને  કોરોના સંક્રમણ થયું.

જ્યારે કાર્યક્રમના સ્થળે બન્ને ગ્રુપોના લોકો અંદરો અંદર રહ્યા મળ્યા અને ભીડનો હિસ્સો બન્યા. તેમ છતાં જોવા મળ્યુ કે આ સમારોહમાં ગયેલા અન્ય બસના બહુ ઓછા લોકોને સંક્રમણ થયું.આનાથી સ્પષ્ટ જાહેર થયું કે બસ કોરોના સંક્રમણનું કારણ બની. આમાં આગળ જોવા મળ્યુ કે કેટલાક લોકોને થોડા દિવસ પછી સંક્રમણ થયું, તે લોકો કોરોના સંક્રમિતની પાસે ન હોતા બેઠા પણ તે બસમાં સવાર હતા.

આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના સંક્રમણ ધુમાડો, ધુમ્મસ જેવા બંધીયાર વાતાવરણમાં પણ સંચરણ કરશે. અને જેમ જેમ ઠંડી વધશે. તેનો પ્રસાર ઝડપભેર વધવાની શકયતા પણ રિસર્ચરો દર્શાવી છે. કોરોના વાયરસની ચેઇન અને તેના પ્રસારને સમજવો જરૂરી છે. જેથી તેના પર અસરકારક રીતે કાબુ મેળવવાનું આયોજન કરી શકાય. જેના દ્વારા આ વાયરસને ફેલાતો રોકી શકાય.

(2:38 pm IST)