Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોના વોર્ડમાં આઇસીયુમાં હાઇફલો ઓકસીમીટર ફાટતા વૃધ્ધ દર્દીનું મોત

એમ.પી.ની શિવપુરીની હોસ્પિટલનો બનાવ

શિવપુર (મધ્યપ્રદેશ),તા. ૧: મધ્યપ્રદેશના શિવપુરીની એક હોસ્પિટલના કોરોના વોર્ડમાં  આઇસીયુમાં દાખલ એક વૃધ્ધનું હાઇ ફલો ઓકસીમીટર ફાટતા ઓકસીજન ન મળવાના કારણે મોત થયું હતું. મોહમ્મદ  (૬૫)ની તબિયત લથકતા શિવપુરી મેડીકલ કોલેજમાં દાખલ કરાયો હતો.

જ્યારે ઇસ્લામ પથારીમાં હતો ત્યારે અચાનક હાઇ ફલો ઓકસીમીટરમાં શોર્ટ સર્કીટથી ધડાકો થયો અને તે ફાટી ગયું. ધડાકાથી આઇસીયુમાં ધુમાડો ફેલાઇ ગયો હતો. ઇસ્લામના પુત્ર સાબિરનું કહેવુ છે કે આ ઘટના પછી કોઇ પણ ડોકટર અથવા નર્સે તેના પિતાને ચેક ન કર્યા જેના કારણે શ્વાસ રૃંધવાથી તેમનું મોત થયું હતું. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે આ બનાવની તપાસ કરવામાં આવશે.

(2:38 pm IST)