Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાની અસર

દેશમાં ૬૫ ટકા લોકોની આવક ઘટીઃ ૧૬ ટકાની આવક સંપૂર્ણ બંધ

નવી દિલ્હી,તા. ૧: કોવિદ -૧૯ મહામારીના કારણે દેશમાં ૬૫ લોકોની આવકને અસર થઇ છે. જ્યારે ૧૬ ટકા લોકોની આવક સંપૂર્ણ પણે બંધ થઇ ગઇ છે. આ ખુલાસો પૈસા બજારના સર્વેમાં થયો છે. તેના અનુસાર, દિલ્હી-અનેસીઆરમાં ૭૦ ટકા લોકોની કમાણીને અસર થઇ છે. જ્યારે ૧૬ ટકા લોકોની આવક સંપૂણે બંધ થઇ ગઇ છે. બેંગ્લોરના ૬૭ ટકા લોકોએ સ્વીકાર્યું કે આ મહામારીના કારણે તેમની આવક ઘટી છે. જ્યારે ૧૨ ટકા લોકોની આવક સાવ બંધ થઇ ગઇ છે. હૈદ્રાબાદમાં આ આંકડો ક્રમશઃ  ૬૩ અને ૩૦ ટકા, મુંબઇમાં ૬૩ અને ૨૬ ટકા અને ચેન્નઇમાં ૫૨ અને ૯ ટકા છે. આ સર્વે ૩૭ શહેરોના ૮૬૧૬ લોકો સાથેની વાતચીતના આધારે કરાયો છે. જેમના પર એક લાખ રૂપિયાની વધારેનું દેવું છે.

સર્વે અનુસાર, ૫૬ ટકા લોકોએ લોન/ ક્રેડીટ કાર્ડનું બિલ ચુકવવા માટે મોરેટોરીયમનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેમાં ૨૩ ટકા લોકો એવા છે. જેમની આવક પર લોકડાઉનની કોઇ અસર નથી થઇ. નોકરિયાતોમાંથી ૫૩ ટકાએ આ વિકલ્પ પસંદ કર્યો જ્યારે સ્વ રોજગાર કરતા ૬૮ ટકા લોકોએ આ સુવિધાનો લાભ ઉઠાવ્યો. તો, ૪૪ ટકા ઉત્તરદાતાઓએ મોરેટોરીયમનો લાભ ન હોતો લીધો.

સર્વેમાં સામેલ ૫૫ ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ લોનની પુનઃ રચના માટે પોતાની બેંક/એનબીએફસીનો સંપર્ક કરવા માંગે છે. તેમાં એવા લોકો પણ છે જેમની આવકને કોઇ અસર નથી થઇ. જે લોકોએ મોરેટોરીયમનો લાભ ઉઠાવ્યો છે. તેમાંથી ૭૦ ટકા લોકો પોતાની લોનનું પુનર્ગઠન કરવા ઇચ્છે છે.

(2:40 pm IST)