Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ખુબીઓ જાણી આશ્ચર્ય થશે

મોદીનું સ્પેશ્યલ પ્લેન આજે આવશે

અમેરિકાથી 'બખ્તરબંધ' પ્લેન આજે દિલ્હી પહોંચશે : કિંમત છે ૮૪૫૮ કરોડઃ ૯૦૦ કિમીની ઝડપે ઉડી શકે છે

નવી દિલ્હી, તા.૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માટે અમેરિકામાં તૈયાર કરવામાં આવેલું ખાસ વિમાન બોઈંગ ૭૭૭ આજે ભારતની ધરતી પર ઉતરાણ કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિના એરફોર્સ વન જેવી જ ક્ષમતાઓ ધરાવતા આ વિમાનમાં અનેક ખુબીઓ છે. આ વિમાનનો ઉપયોગ વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ કરી શકશે.

વડાપ્રધાન અત્યાર સુધી એર ઈન્ડિયા-વન કોલ સાઈનથી બોઈંગ-૭૪૭ના ઉપયોગ કરતા હતાં. પરંતુ હવે વડાપ્રધાન મોદી બોઈંગ-૭૭૭ નો ઉપયોગ કરશે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિમાન આજે ગમે ત્યારે ભારત આવી પહોંચે તેવી શકયતા છે. આ વિમાન હવામાં ઉડતુ અભિધ્ય વિમાન છે.

અમેરિકી રાષ્ટ્રપતિ માટે બનાવાયેલા ખાસ વિમાન જેવું આ વિમાન અમેરિકાના ડલ્લાસ શહેરમાં બોઇંગ કંપનીએ બનાવ્યું છે. આ વિમાનને એરફોર્સ વન નામ અપાશે. તેનું સંચાલન ભારતીય હવાઇ દળ કરશે. આ વિમાન 'બખ્તરિયું'વિમાન હશે.

માત્ર એકવાર ઇંધણ લીધા બાદ આ વિમાન ભારતથી અમેરિકા સુધીનું ઉડ્ડ્યન વચ્ચે કયાંય અટકયા વિના કરી શકે છે. અત્યાર સુધી વડાપ્રધાન એર ઇન્ડિયા-વન કોલ સાઇન સાથે બોઇંગ ૭૪૭ વિમાન વાપરતા હતા. હવે આ નવું વિમાન બોઇંગ ૭૭૭ વાપરશે. આ બખ્તરિયું વિમાન ૩૫ હજાર ફૂટની ઊંચાઇએ કલાકે ૯૦૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે. એકવાર ઇંધણ લીધા પછી આ વિમાન ૬,૮૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. તેવી જ રીતે આ વિમાન હવામાં જ ઇંધણ ભરી શકે છે.

વિમાનના આગલા ભાગમાં રાડારને જામ કરી દેતું જામર લગાડેલું છે એટલે કે પીએમ મોદીનું વિમાન આવી રહ્યું છે એની સામા પક્ષને જાણ જ થઇ શકે નહીં. તેવી જ રીતે મિસાઇલ હુમલાની પણ વિમાન પર કોઇ અસર નહીં થાય. આ વિમાન વધુમાં વધુ ૪૫ હજાર ફૂટની ઊંચાઇએ ઊડી શકે છે.

હવામાં આ વિમાનનો કલાકે તેના સંચાલન પાછળ એક કરોડ ૩૦ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આવા દરેક વિમાનની કિંમત ૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોય છે. વડાપ્રધાન પર આતંકવાદીઓના હુમલાની શકયતા વધુ હોવાથી આ વિમાન ખાસ રીતે તૈયાર કરાવવામાં આવ્યું છે.

ભારતમાં એક સાથે ૨ વિમાન આવી રહ્યાં છે જેનો ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ પણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાન જેવું જ છે. આ વિમાનની ખાસ વાત છે કે એક વાર ઇંધણ ભર્યા બાદ તે ભારતથી અમેરિકા સુધી વગર બ્રેકે ઉડી શકશે.

777-300 ઇઆરવિમાન સંપૂર્ણ રીતે અમેરીકી રાષ્ટ્રપતિના વિમાનની કોપી લાગે છે. અમેરિકાનુ વિમાન ૩૫૦૦૦ ફૂટની ઉંચાઇએ ૧૦૧૩ કિમી પ્રતિ કલાકની રફ્તારથી ઉડી શકે છે જયારે આ વિમાનમાં પણ આ ખાસિયત છે. આ વિમાન એક વારમાં ૬૮૦૦ મીલનું અંતર કાપી શકે છે. સાથે જ સૌથી મોટી ઉડાન ૪૫૧૦૦ના ભરી શકે છે.

હાલ સુધી દેશના પ્રધાનમંત્રીના વિમાન ચલાવવાની જવાબદારી એર ઇન્ડિયા પાસે હતી પરંતુ આ નવા વિમાનને એરફોર્સના પાયલટ ઉડાવશે. બંને વિમાનની કિંમત ૮૪૫૮ કરોડ રૂપિયા કહેવામાં આવે છે. આ વિમાનની સુરક્ષા જ તેને અન્યથી અલગ બતાવે છે.

(3:09 pm IST)