Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાજકોટમાં બપોરે ૪૨ કેસઃ કુલ આંક ૬૨૩૫ થયો

અત્યાર સુધીમાં ૨.૧૬ લાખ લોકોનું ટેસ્ટીંગ થયુઃ કુલ ૫ હજાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો : યોગી પાર્ક - કાલાવડ રોડ, કરણપરા ચોક - પ્રહલાદ પ્લોટ, ન્યુ રાધેશ્યામ સોસાયટી, વિવેકાનંદ નગર, સાઇબાબા સોસાયટી - પોપટપરા, વૃંદાવન સોસાયટી - પેડક રોડ, શ્રીનાથ પાર્ક - બેડીપરા, શકિત પાર્ક - મોરબીરોડ, વર્ધમાન નગર- પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં ૯૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ,તા.૧: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૨ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૧૩૩  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૯૪૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૧.૧૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૭૪૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૮ ટકા થયો  હતો. જયારે ૧૦૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૧૬,૬૧૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૧૩૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૧  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  યોગી પાર્ક - કાલાવડ રોડ, કરણપરા ચોક - પ્રહલાદ પ્લોટ, ન્યુ રાધેશ્યામ સોસાયટી, વિવેકાનંદ નગર, સાઇબાબા સોસાયટી - પોપટપરા, વૃંદાવન સોસાયટી - પેડક રોડ, શ્રીનાથ પાર્ક - બેડીપરા, શકિત પાર્ક - મોરબીરોડ, વર્ધમાન નગર- પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં ૯૨ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

(3:10 pm IST)