Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

૪ વર્ષ પહેલાં રાહુલ-પ્રિયંકાને નોઇડા જતાં અટકાવવામાં આવ્યાં હતાં

વર્ષ ૨૦૧૬માં રાહુલ અને પ્રિયંકા તે સમયે એક ગેંગરેપ પીડિત પરિવારને મળવા માટે નોઈડા પહોંચ્યાં હતાં, પરંતુ તત્કાલીન સપા સરકારે તેમને અટકાવી દીધાં હતાં. પછી બંનેને દિલ્હી પરત ફરવું પડ્યું હતુ. હાથરસના મામલે પ્રિયંકા સતત યોગીસરકાર પર હુમલા કરી રહ્યાં છે. તેમણે SIT ની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ બુધવારે ટ્વીટ કર્યું હતું અને મુખ્યમંત્રી યોગીને ૩ સવાલ પૂછ્યા હતા. તેમનો સૌથી મોટો સવાલ એ હતો કે કુટુંબમાંથી બળજબરીથી છીનવીને પીડિતાના દેહને સળગાવી દેવાનો આદેશ કોણે આપ્યો હતો ?

(3:56 pm IST)