Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

રાહુલને પ્રિવેન્ટીવ કસ્ટડીમાં લેવામાં આવ્યા

શું આ દેશમાં મોદીજી જ ચાલી શકે છે ? સામાન્ય માણસ ન ચાલી શકે? રાહુલ ગાંધી આકરા મૂડમાં : પોલીસે ધક્કા મારી પછાડી દીધાનો અને લાઠીચાર્જ કર્યાનો આક્રોશ

ઉત્ત્।રપ્રદેશના હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાને ગ્રેટર નોઈડામાં પોલીસે રોકયા તો બંને કારમાંથી ઉતરીને પગે ચાલીને આગળ વધ્યા. થોડી વાર પછી પોલીસે ફરી રોકયા તો ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. રાહુલે કહ્યું પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડી દીધો. હું પૂછવા માંગુ છું કે શું આ દેશેમાં માત્ર મોદીજી જ ચાલી શકે છે ? શું સામાન્ય માણસ ન ચાલી શકે. અમારી કારને રોકવામાં આવી હતી. એટલે અમે પગે ચાલવાનું શરૃ કર્યું. હું તે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માંગુ છું, તેઓ મને રોકી શકશે નહિ.

(3:59 pm IST)