Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અટકાયત બાદ ગેસ્ટ હાઉસથી રાહુલ ગાંધી અને પ્રિયંકાને છોડી દેવાયા : બંન્ને નેતા દિલ્હી રવાના

બંન્ને નેતાઓએ રાજ્યમાં જંગલરાજ હોવા અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી  અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીને પોલીસે ગેંગરેપની પીડિતાના પરિવારની મુલાકાત માટે હાથરસ જતા પહેલા ગ્રેટર નોઇડામાં યમુના એક્સપ્રેસ-વે પર રોકી લીધા હતા. પોલીસે  કસ્ટડીમાં લીધા હતા. ત્યાં તેમને ગેસ્ટ હાઉસ લાવવામાં આવ્યા. હવે રાહુલ-પ્રિયંકાને થોડી દેવામાં આવ્યા છે અને બંન્ને નેતા દિલ્હી માટે રવાના થઈ ગયા છે. 

આ પહેલા બંન્ને નેતાઓએ રાજ્યમાં જંગલરાજ હોવા અને પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમને અહંકારી સરકારનો બળપ્રયોગ રોકી શકે નહીં. 

(6:39 pm IST)
  • કૃષ્ણ જન્મભૂમિ કેસ : મથુરાની અદાલતે અરજી દાખલ કરવાની માંગણી ફગાવી દીધી : અદાલતે પ્લેઈઝ ઓફ વર્શીપ એકટની જોગવાઈઓ દર્શાવી access_time 5:58 pm IST

  • ગુજ. હાઈકોર્ટમાં ૩ જજ નિમાયા : રાષ્ટ્રપતિશ્રી દ્વારા સર્વશ્રી વૈભવી દેવાંગભાઈ નાણાવટી, નિર્ઝરકુમાર દેસાઈ અને નિખિલ કરિયલની ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણૂક access_time 10:46 pm IST

  • કોરોનાને મહાત આપીને હોસ્પિટલમાંથી 100 દિવસ બાદ ડિસ્ચાર્જ થયેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કર્યો: પીએમ મોદીએ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા અને શુભકામનાઓ પાઠવી. access_time 7:03 pm IST